Tuesday, 15 July 2014

ગુજરાત પરીચય


ગુજરાત
गुजरात/Gujarat
—  રાજ્ય  —
ગુજરાત રાજ્યની સ્કાયલાઇન
એશિયાઇ સિંહ, ગાંધીજી, સરદાર સરોવર યોજના, અક્ષરધામ, સોમનાથ મંદિર, ગુજરાતના ગરબા
ભરતમાં ગુજરાત રાજ્યનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ૨૩°૧૩′૦૦″N ૭૨°૪૧′૦૦″E
દેશ ભારત
જિલ્લા(ઓ)૨૬
સ્થાપનામે ૧, ૧૯૬૦
રાજધાનીગાંધીનગર
સૌથી મોટું શહેરઅમદાવાદ
સૌથી મોટું મહાનગરઅમદાવાદ
રાજ્યપાલશ્રીમતી માર્ગારેડ આલ્વા
મુખ્ય મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ
વિધાનમંડળ(બેઠકો)ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી
• ગીચતા
૬,૦૪,૩૯,૬૯૨ (૧૦) (૨૦૧૧)
• ૩૦૮ /km2 (૭૯૮ /sq mi)
જાતિ પ્રમાણ૧,૦૮૬ /
માનવ વિકાસ દર (૨૦૧૧)increase ૦.૫૨૭ (મધ્યમ) (૧૧)
સાક્ષરતા
• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા
૮૦.૧૮% (૧૨)
• ૮૭.૨૩%
• ૭૦.૭૩%
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી
સમય ક્ષેત્રઆઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર
• દરિયાકિનારો
૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર (૭૫,૬૮૫ ચો માઈલ) (૭)
• ૧,૬૦૦ કિલોમીટર (૯૯૦ મા)
આબોહવા
• વરસાદ

•      ૯૩૨ મિ.મી (૩૬.૭ ઇં)
ISO 3166-2IN-GJ
જાળસ્થળગુજરાત સરકારનું અધિકૃત જાળસ્થળ
ગુજરાત સરકારની મહોર
ગુજરાતના રાજ્યચિન્હો
ભાષાગુજરાતી
ગીતજય જય ગરવી ગુજરાત
નૃત્યગરબા
પ્રાણીસિંહ
પક્ષીરાજહંસ
ફૂલજાસૂદ
વૃક્ષવડ
રમતક્રિકેટ, કબડ્ડી
ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવઅને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેરઅમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે[૫]ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યા ઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ[૬]. ગુજરાતે વિશ્વના બે દેશો ને રષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધીઅને પકિસ્તાન ને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રીમોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.[૭]આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી[૮].

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. [૯] ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.[૧૦]

ઇતિહાસ

પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

ઐતિહાસિક ગુજરાત

ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક
લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રીલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

પશ્ચિમી શાસન

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવદાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માંબ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.

ભારતની આઝાદી પછીનું ગુજરાત

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છસૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્‍વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફનો થયાં. જે રમખાણોમાં ૨૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજાવયા હતાં.

ભૂગોળ

ગીરનાર પર્વત
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છ નું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે.[૧૧] આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.
ગુજરાતના ઉત્તર ભાગ માં અરાવલીની પર્વતમાળા આવેલી છે. આ અરાવલીની પર્વતમાળા ગુજરાત માં આબુ પાસેથી પ્રેવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મેહસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરાવલી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.
ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે. [૧૨]
પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની ૫ પવિત્ર પર્વતમાળામાં ની એક છે[૧૩]. તળાજા પર્વતમાળા બૌધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો પર્વત એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળા નો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષીણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.
નાસા દ્વારા લેવામાં આવેલી ગુજરાતની ઉપગ્રહ તસ્વીર

જિલ્લાઓ

ગુજરાતના જિલ્લાઓ
ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ ૨૬ જિલ્લાઓ આવેલ છે.
ગુજરાતના જિલ્લાઓ
જિલ્લા કોડજિલ્લાનું નામમુખ્યમથક (શહેર)ક્ષેત્રફળ (ચો.કિ.મી.)
AHઅમદાવાદઅમદાવાદ૮,૭૦૭
AMઅમરેલીઅમરેલી૬,૭૬૦
ANઆણંદઆણંદ૨,૯૪૨
BKબનાસકાંઠાપાલનપુર૧૨,૭૦૩
BRભરૂચભરૂચ૬,૫૨૪
BVભાવનગરભાવનગર૧૧,૧૫૫
DAદાહોદદાહોદ૩,૬૪૨
DGડાંગઆહવા૧,૭૬૪
GAગાંધીનગરગાંધીનગર૬૪૯
JAજામનગરજામનગર૧૪,૧૨૫
JUજૂનાગઢજૂનાગઢ૮,૮૩૯
KAકચ્છભુજ૪૫,૬૫૨
KHખેડાખેડા૪,૨૧૫
MAમહેસાણામહેસાણા૪,૩૮૬
NRનર્મદારાજપીપળા૨,૭૪૯
NVનવસારીનવસારી૨,૨૧૧
PAપાટણપાટણ૫,૭૩૮
PMપંચમહાલગોધરા૫,૨૧૯
POપોરબંદરપોરબંદર૨,૨૯૪
RAરાજકોટરાજકોટ૧૧,૨૦૩
SKસાબરકાંઠાહિંમતનગર૭,૩૯૦
SNસુરેન્દ્રનગરસુરેન્દ્રનગર૧૦,૪૮૯
STસુરતસુરત૭,૬૫૭
TAતાપીવ્યારા૩,૦૪૦
VDવડોદરાવડોદરા૭,૭૯૪
VLવલસાડવલસાડ૩,૦૩૪
ગુજરાતકુલ૧,૯૬,૦૨૪

શહેરો

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદગાંધીનગરઅમરેલીવડોદરાસુરતરાજકોટભાવનગરજામનગરઆણંદનડીઆદ,પોરબંદરજૂનાગઢપાટણભુજભરૂચનવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદ નો સમાવેશ મેટ્રોપોલીટીન સીટી માં થાય છે[૧૪].

કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બરડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું નાનું રણ,કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.
એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જિલ્લાનાં સાસણ-ગીરઅભયારણ્યમાં જોવા મળે છે.

નદીઓ

નર્મદા નદી ગુજરાત ની સૌથી મોટી નદી છે, તેમના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાત માં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્ય માંથી બે ભાગલા પાડે છે. નર્મદા , તાપી, મહી માત્ર આ ત્રણ નદી ઓ ભારતમાં પૂર્વ થી પશ્ચિમ માં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની રહી છે. નીચે ગુજરાતની નદીઓની યાદી આપી છે.
સરદાર સરોવર યોજના, ગુજરાત
સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના
  1. અંબિકા નદી
  2. આજી નદી
  3. ઊંડ નદી
  4. ઓઝત નદી
  5. ઓરસંગ નદી
  6. ઔરંગા નદી
  7. કનકાવતી નદી
  8. કરજણ નદી
  9. કાળુભાર નદી
  10. કીમ નદી
  11. ખારી નદી
  12. ઘી નદી
  13. ઘેલો નદી
  14. ઢાઢર નદી
  15. તાપી નદી
  16. દમણગંગા નદી
  17. ધાતરવડી નદી
  18. ધોળીયો નદી
  19. નર્મદા નદી
  1. નાગમતી નદી
  2. પાનમ નદી
  3. પાર નદી
  4. પુર્ણા નદી
  5. પુષ્પાવતી નદી
  6. ફાલ્કુ નદી
  7. ફુલઝર નદી
  8. બનાસ નદી
  9. બ્રાહ્મણી નદી
  10. ભાદર નદી
  11. ભાદર નદી
  12. ભુખી નદી
  13. ભોગાવો નદી
  14. મચ્છુ નદી
  15. મછુંદ્રી નદી
  16. મહી નદી
  17. મહોર નદી
  18. માઝમ નદી
  19. માલણ નદી
  1. મીંઢોળા નદી
  2. મેશ્વો નદી
  3. રંઘોળી નદી
  4. રાવણ નદી
  5. રુકમાવતી નદી
  6. રૂપેણ નદી
  7. વાત્રક નદી
  8. વિશ્વામિત્રી નદી
  9. શિંગવડો નદી
  10. શેઢી નદી
  11. શેત્રુંજી નદી
  12. સની નદી
  13. સરસ્વતી નદી
  14. સાબરમતી નદી
  15. સાસોઇ નદી
  16. સુકભાદર નદી
  17. હાથમતી નદી
  18. હિરણ નદી
  19. બનાસ નદી

વસતી

સને:૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.

રાજકારણ

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ) નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું.
૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. નરેન્દ્ર મોદી હિંદુત્વના સમર્થક નેતા છે. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું હતું પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ અને ત્યારથી તે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેઠેલા છે. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી છે. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૯ ની વિધાનસભા ની ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્‍યમંત્રી બન્‍યાં. [૧૫] ઇ.સ. ૧૯૬૦ માં વિભાજન થયા બાદ અત્યાર સુધી ગુજરાતમાં ૧૪ મુખ્‍યમંત્રી આવ્‍યા છે.

અર્થતંત્ર

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે[૧૬]. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસમગફળીખજૂરશેરડી, અનેપેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દૂધસાગર ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસમગફળીખજૂરશેરડી, અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પન્નોમાં સિમેંટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે.[૧૭] કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે. [૧૮]
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝના માલિકીની જામનગર રિફાઈનરી એ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે.
હઝીરા ઈનડસ્ટ્રીઝ વિસ્તાર
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.

શૈક્ષિણક સંસ્થાનો

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ,અમદાવાદ
ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSHSEB) ના હવાલા માં આવે છે. જો કે, ગુજરાતમાંખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન(CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં 13 યુનિવર્સિટીઓ અને ચારકૃષિ યુનિવર્સિટીઓ છે.
અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ(IIM-A) મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.
વર્ષ ૨૦૦૮ માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી. આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. બોમ્બે ધ્વારા ચલાવામાં આવે છે[૧૯]. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.
મુખ્ય પ્રવેશદ્વાર SVNIT,સુરત
સેપ્ટ યુનીવર્સીટી આર્કિટેક્ચર ક્ષેત્રે સમગ્ર એશિયા માં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી(SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી(DAIICT), પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી(PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય(LDCE) અને નિરમા યુનીવર્સીટી(NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.

સંસ્કૃતિ

ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામજૈનપારસી, અને ખ્રિસ્તીજેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશબિહારમધ્ય પ્રદેશઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

ગુજરાતી ભોજન

ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે. સામન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી , દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ , કચ્છ અને સુરત આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.

ગુજરાતી ભાષા

આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.

કળા

ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા , વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓ માં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્‍મકતા ને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરી નો વરસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.

હસ્તકળા

ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.
  • ભરતગુંથણ કામ
  • માટીકામ
  • બાંધણી
  • કાષ્ટકામ
  • પટોળા
  • જરીકામ
  • ઘરેણા
  • બીડ વર્ક

સાહિત્ય

ગુજરાતનું સાહિત્‍ય સ્‍વતંત્રતા, પરંપરા, સંસ્‍કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે.

સંગીત અને નૃત્ય

ગુજરાતના પ્રખ્યાત ગરબા
ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્‍ય માટે ખાસ્‍સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્‍યનાં પ્રકાર ગુજરાત ની ઓળખાણ છે.
ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં ખૂબજ સર્જનાત્‍મકતા અને અનેરી વિવિધતા જોવા મળે છે.

સિનેમા

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મેહતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.

તહેવારો

ગુજરાતમાં સામાજિક, સાંસ્‍કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે.
  • નવરાત્રી
  • દીવાળી
  • ધુળેટી
  • ઉત્તરાયણ
  • જન્‍માષ્‍ટમી
  • શિવરાત્રી

મેળાઓ

તરણેતરનો મેળો
ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે[૨૦]. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.
  • ભવનાથ મહાદેવનો મેળો
  • વૌઠાનો મેળો
  • ચિત્ર-વિચિત્ર મેળો
  • મોઢેરા - નૃત્‍ય મહોત્‍સવ
  • ડાંગ - દરબાર મેળો
  • કચ્‍છ રણ ઉત્‍સવ
  • ધ્રાંગ મેળો
  • અંબાજી પૂનમનો મેળો
  • તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો)
  • શામળાજીનો મેળો
ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.

પરિવહન

હવાઈ પરિવહન

ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે. .[૨૧]
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, અમદાવાદ
ભાવનગર હવાઇમથક
આંતરરાષ્ટ્રીય હવાઈમથક
ભારતીય હવાઈમથક પ્રાધિકરણ હેઠળના પ્રાદેશિક હવાઈમથક
  • સુરત હવાઈમથક - મગદલ્લા રોડ પર આવેલ છે.
  • ભાવનગર હવાઈમથક - ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે.
  • ડીસા હવાઈમથક - ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે.
  • કંડલા હવાઈમથક(ગાંધીગ્રામ) - કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે.
  • કેશોદ હવાઈમથક((જુનાગઢ) - જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે.
  • પોરબંદર હવાઈમથક - પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે.
  • રાજકોટ હવાઈમથક - રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે.
  • વડોદરા હવાઈમથક - સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા).
'ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક '*ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
  • જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
  • નલિયા હવાઈદળ મથક - આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.
રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક
  • મહેસાણા હવાઈમથક - મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
  • માંડવી હવાઈમથક
  • અમરેલી હવાઈમથક - તાલીમ માટેની હવાઈ પટ્ટી
ભવિષ્યના હવાઈમથક

રેલ્વે પરિવહન

ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે.અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશનસુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલસેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.

દરિયાઈ પરિવહન

ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદરમગદલ્લા બંદર, પીપાવાવ બંદર]], પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.

રોડ પરિવહન

અમદાવાદની શહેરી બસ
ઓટોરિક્ષા
સ્થાનિક પરિવહન ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.
  • અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે.
ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે..

સૌથી મોટુ

  • જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ[૨૩]
સરદાર સરોવર ડેમ

ગુજરાતના જોવાલાયક સ્થળો

ધાર્મિક સ્થળો/યાત્રાધામો

નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જોવા મળશે.
  1. સોમનાથ
  2. શામળાજીસાબરકાંઠા જિલ્લો
  3. કનકાઈ-ગીર
  4. પાલીતાણા
  5. પ્રભાસ-પાટણ
  6. ડાકોર
  7. પાવાગઢ
  8. દ્વારકા
  9. અંબાજી
  10. બહુચરાજી
  11. સાળંગપુર
  12. ગઢડા
  13. વડતાલ
  14. નારેશ્વર
  15. ઉત્કંઠેશ્વર
  16. સતાધાર
  17. પરબધામ, તા. ભેસાણ
  18. ચોટીલા
  19. વીરપુર
  20. તુલસીશ્યામ
  21. સપ્તેશ્વર
  22. અક્ષરધામગાંધીનગર
  23. બગદાણા
  24. ગિરનાર
  25. તરણેતર
  26. સંતરામ મંદિરનડીઆદ
  27. કબીરવડ, ભરુચ
  28. માટેલ, તા. મોરબી

પર્યટન સ્થળો

  1. દીવ
  2. તુલસીશ્યામ
  3. દમણ
  4. સાપુતારા

રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો

ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે[૨૮].
એશીયાઇ સિંહ

રાષ્ટ્રિય ઉદ્યાનો

  1. ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
  2. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
  3. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
  4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર

અભયારણ્યો

  1. નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ
  2. બરડા વન્યજીવ અભયારણ્ય, પોરબંદર
  3. ગીર અભયારણ્ય, જુનાગઢ
  4. જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
  5. વેળાવદર કાળિયાર અભયારણ્ય, ભાવનગર
  6. ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, ગાંધીનગર
  7. થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા
  8. જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
  9. રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, દાહોદ
  10. પાણીયા અભયારણ્ય, અમરેલી
  11. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ
  12. ગાગા અભયારણ્ય, જામનગર
  13. ખીજડીયા અભયારણ્ય, જામનગર
  14. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ
  15. કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ
  16. મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, અમરેલી

ઔદ્યોગિક કેન્દ્રો

  1. કચ્છ
  2. અમદાવાદ
  3. અંકલેશ્વર
  4. ભરુચ
  5. દહે
  6. સુરત
  7. રાજકોટ
  8. વડોદરા
  9. વાપી
  10. જામનગર
  11. હજીરા
  12. અલંગ

પુરાતત્વીક સ્થળો

  1. લોથલ
  2. હાથબ
  3. ધોળાવીરા
  4. ઘુમલી

ગુજરાતી વર્તમાનપત્રો

ગુજરાતના સાહિત્યકારો
More Sharing Services


કવિ નર્મદ 

નર્મદ નું પુરૂ નામ નર્મદાશંકર લાભશંકર દવે હતું. તેમનો જન્મ 24-8-1833 માં સુરતમાં થયો હતો. 
નર્મદે સમાજ સુધારક તરીકે પણ કામ કર્યુ હતુ. તેમને ગુજરાતી સાહિત્યનો ઉડોં અભ્યાસ કર્યો હતો. જય જય ગરવી ગુજરાતના સર્જક નર્મદ ગુજરાતીના પ્રથમ શબ્દકોષકાર, ગદ્યકાર અને ચરિત્રકાર હતા. તેમને ગુજરાતી વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા હતાં. 1864 માં ડાંડિયો નામનું પાક્ષિપ શરૂ કર્યુ હતું. અને તેના વડે સમાજ સુધારણાનું કામ હાથ ધર્યું હતું. 

જ્યોતિન્દ્ર દવે 
જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21-10-1901 ના રોજ સુરતમાં થયો હતો.તેમના પિતાનુ નામ હરિહરશંકર હતું. અને માતાનુ નામ ધનવિધાગૌરી હતું. તેઓ હાસ્યકાર તરીકે પણ જાણિતા છે. જ્યોતિન્દ્ર દવેએ સુરતની એમ.ટી.બી. કોલેજમાં અને એલ.યુ.આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી. તેઓ ગુજરાત માસિકના સહતંત્રી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. સાથે-સાથે તેમને સાહિત્ય ક્ષેત્રે પોતાની કલમ પણ ચલાવી છે. 

જ્યોતિન્દ્ર દવેની વ્યતીતને વાગોળું છું આત્મકથા, અમે બધાં નવલકથા, અને નિબંધસંગ્રહની રચના કરી છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક અને રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો. 

કવિ કલાપી 
કવિ કલાપીનું પુરૂ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે. તેઓ કલાપી તરીકેના ઉપનામ તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 26-1-1874ના રોજ લાઠી ગામે રાજવી કુંટુંબમાં થયો હતો. તેમને ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઘણુ યોગદાન આપ્યુ હતું. નાનપણથી જ તેઓ સાહિત્ય અને સૌદર્યનો શોખ ધરાવતા હતાં. કાવ્યો રચવાની શરૂઆત તેમણે 1892થી કરી હતી.

તેમની મુખ્ય કૃતિઓમાં કલાપીનો કેકારવ, કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મવિચાર નો સમાવેશ થાય છે. તેઓ 9-6-1900ના રોજ મુત્યું પામ્યા હતાં. તેઓ માત્ર 26 વર્ષનું ટુંકુ જીવન જીવ્યાં હતાં. 

વિ દલપતરા
કવિ દલપતરામનો જન્મ 21-1-1820ના રોજ વઢવાણ ગામે થયો હતો. તેમના પિતાનુ નામ ડાહ્યાભાઇ હતુ.અને પુત્રનુ નામ નાનાલાલ કવિ હતુ.કવિ દલપતરામે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમજ સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમને કવિતા, નિબંધ, નાટક વગેરેમાં પોતાની કલમ ચલાવી હતી. 

કવિ દલપતરામની મુખ્ય કૃતિમાં મિથ્યા અભિમાન, ભૂત નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ સુધારાયુગના મહાન કવિ ગણવામાં આવે છે. તેમનું મિથ્યાઅભિમાન નાટક ખૂબ જ લોકપ્રિય બન્યુ હતુ. તેમાં તેમણે સમાજમાં મોટાપણાના દંભ જેવા દૂષણોને પ્રગટ કર્યા હતા. 

તેઓ બુધ્ધીપ્રકાશના તંત્રી તરીકે પણ રહ્યા હતા. અર્વાચીન ગુજરાતી ભાષાના વિકાસમાં તેમને મહત્વનો ભાગ ભજવ્યો હતો. 

સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.
આ રચના તેમની ખૂબ જ પ્રખ્યાત થયેલી

ગુજરાતમાં સૌપ્રથમ

  • ગેસઆધારિતઈલેકિટ્રસિટીપેદાકરવામાંગુજરાતદેશભરમાં  પ્રથમસ્થાનધરાવેછે
  •  .૧૮૪૯ગુજરાતીભાષામાંપ્રથમસાપ્તાહિક  એલેકઝાન્ડરકિન્લોકફોર્બ્સપ્રકાશિતકર્યું
  • ઇનવૉટિંગનીસુવિધાઉપલબ્ધકરાવનારગુજરાતદેશનુપહેલુરાજ્યબનીગયુછે. 
  • સૌપ્રથમઅમદાવાદમ્યૂનિસિપલકોર્પોરેશનનીચુંટણીમાઓનલાઇનવૉટિંગસુવિધાઉપલબ્ધકરાવવામાઆવી. 
  • ગુજરાતનીપ્રથમઔદ્યોગિકવસાહતકયાંસ્થપાઈહતી-:Ans રાજકોટ 
  • ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતાકયારાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા 
  • ગુજરાતમાં સૌપ્રથમ કઈકોલેજ શરૂ થઈ?  Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
  • ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?   Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા?  Ans:દુર્ગારામ મહેતા1842 Surat
  • ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી.Answer:એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
  • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે. Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી?  Ans:અમદાવાદ-૧૯૦૫
  • સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બનીકઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920 
    ભારતમાં સૌ પ્રથમ

ગવર્નર જનરલ
વોરન હેસ્ટીંગ
૧૭૭૩
વાઇસરોય
લોર્ડ કેનિંગ
૧૮૫૮
રાષ્ટ્રીય કોંગ્રસના પ્રમુખ
વ્યોમેશચંદ્ર બેનરજી
૧૮૮૫
બ્રિટીશ પાર્લામેન્ટના હિન્દી સભ્ય
દાદાભાઈ નવરોજી
૧૮૯૧
નોબેલ પારિતોષિક વિજેતા (સાહિત્ય )
રવીન્દ્રનાથ ટાગોર
૧૯૧૩
નોબેલ પારિતોષિક વિજેતા ( વિજ્ઞાન )
ડો .સી. વી. રામન
૧૯૩૦
માઉન્ટ એવરેસ્ટ વિજેતા
શેરપા તેનસિંગ
૧૯૫૩
વડા પ્રધાન
જવાહરલાલ નેહરુ
૧૯૪૭
રાષ્ટ્રપતિ
ડો. રાજેન્દ્રપ્રસાદ
૧૯૫૦
૧૦
સરસેનાપતિ
જ.કે.એમ.કરિઅપ્પા
૧૯૪૯
૧૧
આઇ.સી.એસ.
સત્યેન્દ્રનાથ ઠાકુર
૧૯૪૦
૧૨
લોકસભા ના અધ્યક્ષ
ગણેશ વી. માવળકર
૧૯૫૨
૧૩
અવકાશયાત્રી
રાકેશ શર્મા
૧૯૮૪
૧૪
લશ્કરના ફીલ્ડમાર્શલ
જનરલ માણેકશા
૧૯૭૧
૧૫
નાયબ વડાપ્રધાન
સરદાર વલ્લભભાઈ
૧૯૪૮
૧૬
૧૮૫૭ વિપ્લવનો શહીદ
મંગલ પાંડે
૧૮૫૭
૧૭
વ્યકિતગત સત્યાગ્રહના સત્યાગ્રહી
વિનોબા ભાવે
૧૯૪૦
૧૮
મુસ્લિમ રાષ્ટ્રપતિ
ડો.ઝાકીર હુસેન
૧૯૬૭
૧૯
દલિત રાષ્ટ્રપતિ
ડો. કે. આર. નારાયણન
૧૯૯૭
૨૦
મહિલા રાષ્ટ્રપતિ
પ્રતિભા પાટીલ

ગૌરવવંતા ગુજરાતીઓ

ગુજરાતને સમગ્ર વિશ્વમાં નામના અપાનારા અને ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવનારા ગૌરવંતા ગુજરાતીઓ આ પ્રમાણે છે.

મહાત્મા ગાંધી- ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધીવિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે. મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨,૧૮૬૯ – જાન્યુઆરી ૩૦૧૯૪૮) મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી અહિસાનો ઉપયોગ કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતોઅને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું. અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતોતેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાતભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા.
સરદાર પટેલસરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતાજેમણે દેશની સ્વતંત્રતાની લડતમાંમહત્વનો ફાળો આપ્યો અને અખંડસ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમનો ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતાઅને તેમની સફળ વકીલાતની પ્રેક્ટિસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડાબોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરીઅંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકેસરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળનાવપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વયપુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચૈતાં હોવાથી 'પેટ્રન સૈન્ટ'તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદારભારતમાં મુક્ત વ્યાપાર તથામાલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.

ઝવેરચંદ મેઘાણી- ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરૂદ પામનારા ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટદાઠાપાળીયાદબગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથીઅંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્રનામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

મોરારજી દેસાઈ- મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના તેમજ તાલુકામાં આવેલા ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં ગુજરાત રાજ્યમાં આવે છે. મોરારજીભાઇએ વિલ્સન કૉલેજમુંબઈ,મહારાષ્ટ્રથી સ્નાતકની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાતમાં નાગરીક (સિવિલ) સેવામાં જોડાયા હતા. એમણે ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં અંગ્રેજોની આ નોકરી છોડી દઇ તેઓ આઝાદીનીચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેમણે સવિનય અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાના કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમયમાં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સીમાં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી હતી. ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. મોરારજી દેસાઈ માત્ર ગુજરાતનું જ નહિપરંતુ આખા ભારત દેશનું ગૌરવ હતાઆજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદીનિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છેજેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન થી સન્માનિત કરવામાં આવ્યા હોય.

 ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ- તેમનો જન્મ 12, ઓગસ્ટ1919ના રોજ અમદાવાદમાં થયો હતો અને નિધન 31મી ડિસેમ્બર, 1971ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે થયું. તેમના પિતા અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. પત્ની મૃણાલિની સારાભાઈ જાણીતાં નૃત્યકાર છે તો પુત્રી મલ્લિકા સારાભાઈ પણ જાણીતાં કલાકાર છે. બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજીરવીન્દ્રનાથઠાકુરદીનબન્ધુ એન્ડ્રુઝ વગેરે. આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો. કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ,બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ કર્યું. એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગપ્રોફેસર રહ્યા. 1956માં અટીરા(અમદાવાદ)ની સ્થાપના કરી અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર પણ બન્યા. વિશ્વ પ્રખ્યાત ફીઝીકલ રીસર્ચ લેબોરેટરીઅમદાવાદના તેઓ પ્રથમ ડિરેક્ટર હતા. 1962માં આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપનામાં મહત્વનો ફાળો રહ્યો તો થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક તેઓ હતા. ભારતના સ્પેસ રીસર્ચના પ્રણેતા પણ તેઓ હતા. 
ધીરુભાઈ અંબાણી- ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છેતેઓ સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. 1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા હતા.
કનૈયાલાલ મુન્શી- ગુજરાતના ઘડતરમાં કનૈયાલાલ મુન્શીનો ફાળો અનન્ય છે. તેમણે 1904માં ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના કરી હતી. 1912માં ભાર્ગવ’ માસિકનીસ્થાપનાકરી હતી. તેઓ હોમરુલ લીગના મંત્રી હતા અને ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે તેમને આવકારવા સંમેલન યોજ્યું હતું. તેઓ ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ પણ ભોગવ્યો હતો. કોંગ્રેસના બંધારણના ઘડતરમાં તેમનો ફાળો છે. તેઓ કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. સોમનાથ મંદીરના જિર્ણોદ્ધારમાં મહત્વનો ફાળો છે. 
હરિવલ્લભ ભાયાણી :-
હરિવલ્લભચુનીલાલભાયાણી (૨૬-૫-૧૯૧૭ સંશોધકસંપાદકભાષાશાસ્ત્રી,વિવેચકઅનુવાદક. જન્મ ગોહિલવાડના મહુવામાં. ૧૯૩૪માં મહુવાની એમ. એન. હાઈસ્કૂલમાંથીમેટ્રિક. ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવનમુંબઈથી એમ. એ. ૧૯૫૧માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણવિષયક મહાકાવ્ય ‘પઉમચરિય’ પર મહાનિબંધ દ્વારા પીએચડી. ૧૯૪૫થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં સંશોધકઅધ્યાપક. ૧૯૬૫થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવન સાથે સંલગ્ન. ૧૯૭૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યારબાદ લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિરઅમદાવાદમાં માનદ પ્રાધ્યાપક. ૧૯૮૦માં ઈન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર. ૧૯૬૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૧માં સાહિત્ય અકાદમીદિલ્હીનો પુરસ્કાર.

            સંસ્કૃતપ્રાકૃતઅપભ્રંશ અને મધ્યકાલીન ભાષાસાહિત્યની લાંબી પ્રણાલીનો પરિષ્કૃત રૂચિવારસો અને પશ્ચિમના ભાષાવિજ્ઞાન તેમ જ આધુનિક વિવેચનસંપ્રદાયોની અભિજ્ઞતા એમની ભાષા-વિચારણાને અને સાહિત્યવિચારણાને એક સમતુલ પરિપ્રેક્ષ્ય આપે છે. સાથે સાથે એમનાં સંશોધન-સંપાદનમાં રહેલી ઝીણવટવ્યવસ્થિતતા અને શાસ્ત્રીયતા એમની વિદ્વતાને પ્રમાણિત કરે છે.


રઘુવીર ચૌધરી :-
રઘુવીર દલસિંહ ચૌધરી, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન (૫-૨-૧૯૩૮): કવિવાર્તાકારનવલકથાકાર,નાટ્યકારચરિત્રકારવિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચડી. બી.ડી.આર્ટસ કોલેજગૂજરાતવિદ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજઅમદાવાદમાં લાંબો સમય અધ્યાપન૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદમીદિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકરમંત્રીપ્રમુખટ્રસ્ટી. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત.

            રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી – નાટકચરિત્રનિબંધવિવેચનસંપાદનક્ષેત્રે પણ તેમણેમહત્ત્વનું પ્રદાન કર્યું છે.







            મનુભાઈ રાજારામ પંચોલી, ‘દર્શક (૧૫-૧૦-૧૯૧૪૨૯-૨-૨૦૦૧): નવલકથાકારનાટ્યકાર,નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ.સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિકશિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિય અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાંઅધ્યાપકનિયામક અને મેનેજિંગ ટ્રસ્ટી. ૧૯૬૭થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક-અભ્યાસી. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યઇતિહાસદર્શન,રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધનો સઘન પ્રભાવ. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે ગ્રામવિકાસલક્ષી જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માંસાહિત્ય અકાદમીદિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ઝેર તો પીધાંને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

            નવલકથાનાટક અને નિબંધ જેવા સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કરનાર મૂર્ધન્ય સર્જક દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં મળે છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સોક્રેટિસ’, ‘કુરુક્ષેત્ર’ એમની ઉત્તમ નવલકથાઓ છે. નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો બલિષ્ઠ રણકો એમની નવલકથાઓમાંથી ઉપસે છે. એમનું ભાષા – સામર્થ્ય અને રસાન્યિત શૈલી નવલકથાઓને આસ્વાદ્ય બનાવે છે. આ ઉપરાંત નાટકચરિત્રવિવેચન ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

            અનંતરાય મણિશંકર રાવળ (૧-૧-૧૯૧૨૧૮-૧૧-૧૯૮૮): વિવેચકસંપાદક. જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મેટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૨થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. પછી ત્રણેક માસ મુંબઈમાં હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. જામનગરની ડી.કે.વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામક પદેથી નિવૃત્ત. પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરીબજાવી૧૯૭૭માં ભાષાસાહિત્યભવનના અધ્યક્ષપદેથી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. વડોદરામાં ૧૯૮૦માં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમીનો એવોર્ડ.

            વિવેચનમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ઊંડી નિષ્ઠાસાંગોપાંગ નિરૂપણઝીણું અને ઊંડું નિહાળતી વેધક દૃષ્ટિવિશાળ સમભાવ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ગુજરાતી સાહિત્ય: મધ્યકાલીન’ તેમનો મહત્ત્વનો વિવેચન ગ્રંથ છે. સંપાદક તરીકેની એમની કામગીરી પણ ઉલ્લેખનીય છે.


ઉમાશંકર જોશી :-
ઉમાશંકર જેઠાલાલ જોશી, ‘વાસુકિ’, ‘શ્રવણ (૨૧-૭-૧૯૧૧૧૯-૧૨-૧૯૮૮): કવિવાર્તાકાર,નવલકથાકારનાટ્યકારનિબંધકારવિવેચકસંશોધકસંપાદકઅનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને પન્નાલાલ પટેલ સાથે અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપરાઈટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ,અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઈન્ટર આર્ટસ વખતે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે ૧૯૩૮માં બી.એ. ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષકપછી૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભાઅમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈયુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૫૨માં ચીનજાવાબાલીલંકા વગેરે એશિયાઈ દેશોનો૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતીના બિનવડાપ્રધાન એવા કુલપતિ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ.

            ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક૧૯૪૪માં મહીડા પારિતોષક૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક,૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને નિશીથકાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કાર. કેન્સરથી મુંબઈમાં અવસાન.

            સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકોપાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ,હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રોતો સૌંદર્યસૃષ્ટિસમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો – સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.







ચન્દ્રવદન મહેતા :-
            ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ‘ચં.ચી.મહેતા (૬-૪-૧૯૦૧૨૨-૪-૨૦૦૧): કવિનાટ્યકાર,આત્મકથાકારવિવેચકપ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મેટ્રિક. ૧૯૨૪માં મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદઆકાશવાણીના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસ-પ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓનાસમકાલીન નાટ્યપ્રવૃત્તિનાલેખકોદિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમીદિલ્હીનો પુરસ્કાર.
            ચં.ચી.સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર,નાટ્યવિદકવિ અને ગદ્યકાર તરીકે ખ્યાત છે. ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં. મંચનક્ષમતા ધરાવતાં નાટકોહાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યોગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.

નગીનદાસ પારેખ :-
            નગીનદાસ નારણદાસ પારેખ, ‘ગ્રંથકીટ (૩૦-૮-૧૯૦૩૧૯-૧-૧૯૯૩): વિવેચકસંપાદક,અનુવાદક. જન્મ તથા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠનીવિનીત’ પરીક્ષા. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠક પાસે ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદાર પાસે બંગાળીનો અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતીશાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન સેન શાસ્ત્રી પાસે બંગાળીનો તથા રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ. ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશનમંદિરમાં કામગીરી. પછી ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે.વિદ્યાભવનમાં અધ્યાપક. ૧૯૫૫થી ૧૯૬૯ સુધી હ.કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ત્યાંથી જ નિવૃત્ત. ૧૯૭૦માં સાહિત્ય અકાદમીદિલ્હીનો પુરસ્કાર.
            નગીનદાસ પારેખની વિપુલ સાહિત્યસેવાનું વિશ્લેષણ કરીએ તો તેઓ અનુવાદકવિવેચક,ભારતીય કાવ્યશાસ્ત્રના ગ્રંથોના જાણકારગાંધીવિચારના ચિંતકચરિત્રલેખક અને સંશોધક સંપાદક રૂપે ઉપસી આવે છે. એમના જીવનમાં અને સાહિત્યઘડતરમાં એકબાજુ ગાંધીજી અને બીજી બાજુ રવીન્દ્રનાથનો પ્રભાવ પડ્યો. પરિણામે ગાંધીજીની લાઘવભરી સરળ શૈલી અને રવીન્દ્રનાથની સૌંદર્યદૃષ્ટિનું સંમિલન તેમની લેખનપ્રવૃત્તિમાં જોવા મળે છે.
પ્રબોધ પંડિત :-
            પ્રબોધ બેચરદાસ  પંડિત  ( 23-6-19 23 , 28-11-1975 )  અધ્યાપનસંશોધન 
1955  - અમેરિકાની યેલ  યુનિવર્સિટીમાં સીનિયર ફેલો , 1973  -  મુંબઇ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા , સામાજિક ભાષા શાસ્ત્રના પ્રથમ અભ્યાસી અને સંશોધક, 1973  -રણજિતરામ ચંદ્રક 
તેમની મુખ્ય રચનાઓ :-ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન,ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમોવ્યાકરણ – અર્થ અને આકાર

સ્વામી આનંદ :-
            હિંમતલાલ રામચન્દ્ર દવે, ‘સ્વામી આનંદ (૧૮૮૭૨૫-૧-૧૯૭૬): નિબંધકારકોશકાર,સામયિક સંપાદક. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં૧૮૯૭માં લગ્નના વિરોધમાંભગવાન દેખાડવાની લાલચઆપનાર સાધુ સાથેકિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ પછીતેરમે વરસે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમોમાં વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર. ૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્યસંગ્રામમાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના કેસરી’ પત્રના મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજચળવળમાંસક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક રાષ્ટ્રમતની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ)માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭માં નવજીવન’ અને યંગ ઈન્ડિયાના મુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં યંગ ઈન્ડિયામાં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જેલ-સજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તે પછી થાણા (મુંબઈ)બોરડી (દ.ગુજરાત)કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમો સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમીદિલ્હી દ્વારા ૧૯૬૯ના વર્ષમાં અપાયેલો પુરસ્કાર સાધુજીવનની અલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન.
            તેમની વિશિષ્ટ ચરિત્રકથાઓ અને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ,અલગારીપણુંસચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. વ્યાપક – જીવન અનુભવ અને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢતત્ત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી,તળપદ શબ્દોરૂઢિપ્રયોગો અને કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.

સુન્દરમ્:-
            ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘કોયા ભગત’, ‘સુન્દરમ્ (૨૨-૩-૧૯૦૮૧૩-૧-૧૯૯૧): કવિવાર્તાકારવિવેચક. જન્મ ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરુચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં ગાળી,ભરુચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથેભાષાવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરીસ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદઆશ્રમપોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી દક્ષિણાના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટીવલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક૧૯૪૬માં મહીડા પારિતોષિક,૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક૧૯૬૮માં સાહિત્ય અકાદમીદિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭થી ૐપુરીનીનગરરચનામાં કાર્યરત.
            ગાંધીયુગીન સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં આ સર્જકમાં પ્રગટ્યો છે. એક છેડે ગાંધીવિચારના સ્પર્શે નર્યા વાસ્તવનું આલેખન તો બીજી બાજુ અરવિંદવિચારના પ્રભાવે અધ્યાત્મનું આલેખન તેમની કવિતામાં છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરચેતનાને સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દૃષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન મહત્ત્વનું છે.



પન્નાલાલ પટેલ :-
            ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ તા. ૭-૫-૧૯૧૯ના રોજ રાજસ્થાનના એક ગામડામાં થયો હતો. માત્ર આઠ ચોપડી ભણેલા વડીલની છત્રછાયા વગર કિશોર પનાએ કારખાનામાં કામ કર્યું. ખેતરમાં મજૂરી કરી અને વાસણ-કપડાય ધોયા. ત્યારે કોઈને કલ્પના પણ નહિ હોય કે એક દિવસ પનામાંથી પન્નાલાલ થઈ ગુજરાતનો સમર્થવિચક્ષણસાહિત્યકાર બનશે. સદભાગ્યે બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશી ભેટી ગયા. ભીતરનો સુષુપ્ત સર્જક સરવાણી અવિરત વહેવા માંડી. પરિણામ સ્‍વરૂપે ‘માનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’, ‘વળામણાં’ જેવી ચાલીસેક જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યને મળી. છેલ્લા પચાસ વર્ષોમાં તેમણે લગભગ ૧૮૫ જેટલી સાહિત્યકૃતિઓ ભેટ ધરી છે. તે ગુજરાતી સાહિત્યને એમનું નાનુસુનું પ્રદાન નથી. ઈ.સ. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ. ૧૯૮૬માં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો. શ્રી અરવિંદ અને માતાજીમાં તેમને પૂર્ણ શ્રદ્ધા. તેમની સર્જનકૃતિઓ પોતાના પ્રકાશગૃહ સાધન પ્રકાશન’ દ્વારા જ પ્રગટ થતા રહ્યાં હતા. તા. ૬-૪-૧૯૮૯ના રોજ તેમનું દુ:ખદ અવસાન થયું હતું. હૈયા ઉલકત અને અનુભૂતિની સચ્ચા‍ઈ આ બે સર્વોપરી લક્ષણોથી પન્નાલાલનું પન્નાલાલપણું પાંગરી ઊઠયું અને ગુજરાતી સાહિત્ય જગત માલામાલ થઈ ગયું.


મહત્વનાં પ્રશ્નો  અને જવાબ :-

 લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ? – 17 નવેમ્બર 1928ના રોજ

8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો – ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત

મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે – નહેરુ અહેવાલ

અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?- સરોજિની નાયડુ

ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?-26 જાન્યઆરી 1930

બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?-ઇ.સ. 1928

આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ? – ગાંધીજીએ

દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ? – મહાદેવભાઇ દેસાઇએ

ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?- સાબરમતી હરિજન આશ્રમથી

પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?- બારડોલી સત્યાગ્રહથી

ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?-વિનોબા ભાવેને

હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?-ગાંધીજીના

અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?-લાલા લજપતરાયનુ

સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?-ગાંધીજીના

દાંડીકૂચ ક્યારે આરંભાઇ?-12 માર્ચ, 1930

દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?- 78

દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી – મહાદેવભાઇ દેસાઇએ

દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી – નેપોલિયનની પેરીસ માર્ચ

ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?- 6 એપ્રિલ, 1930 ના રોજ

ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ? – અબ્બાસ તૈયબજીએ

મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ? – ગાંધીજીએ

ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી  ?  -  સવિનય કાનૂન ભંગ ની લડત

ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ? – ભારત ના વાઇસરોય લિનલિથગોએ

કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે  હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?-ગાંધીજીએ

ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? – સોંડર્સની

સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ? – ફોરવર્ડ બ્લોકની

સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ? – 23 જાન્યુઆરી 1897માં

સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ? – 1923માં

હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?- સુભાષચંદ્ર બોઝની

સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યું ? બંગલેરાથા

સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ? – સિંગાપુર

ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ? – મેજર મોહનસિંગે

આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા ? – નેતાજી

સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી ?-સિંગાપુરમાં

આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ ?-રંગૂન

આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ ?-મોડોક

વઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ રિપનની

સુભાષચંદ્રબોઝનું સુત્ર કયુ હતુ ? – જયહિદ

સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ?-જર્મની

જૂન,1948  સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી ? – એટલીએ

હિંદમાં બ્રિટિશશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ માઉન્ટ બેટન

ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા ?- 562 જેટલા

સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા ?-અંગ્રેજો

પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ ?-31 ડિસેમ્બર 1929

 લહોરમાં કઇ નદીના કિનારે  પૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ? – રાવી

ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?- લાહોર ષડયંત્ર

હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?- 8  ઓગષ્ટ 1942

હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ

ભરતદેશ ક્યારે આઝદ થયો?- 15 ઓગષ્ટ 1947 ના રોજ

લોર્ડ મઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ ?- 3  જૂન, 1947 ના રોજ

સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ ? -3  ફેબ્રુઆરી, 1928

2 comments:

  1. Slot machines online for money in casino gambling - Deccasino
    【2021】slot machines online for money deccasino in casino gambling · Find Slot Machines Online 1xbet korean Casino Games for 바카라 사이트 real money at Ezugi and claim your welcome bonus!

    ReplyDelete